Whatsapp LPG Booking service: ગેસ બોટલ whatsapp થી બુકિંગ કરો, જાણો સંપૂર્ણ

 

Whatsapp LPG Booking service: ગેસ બોટલ whatsapp થી બુકિંગ કરો, જાણો સંપૂર્ણ

Whatsapp LPG Booking service: હાલના ડિજિટલ યુગમાં અનેક સેવાઓ ઓનલાઈન જોવા મળે છે, જેના કારણે આપણે ઓફિસો ના ધક્કા ખાવાના બચી જતા હોય છે. જ્યારે હાલ તો અનેક સુવિધાઓ whatsapp પર ઉપલબ્ધ છે, પછી તે બેંકનું બેલેન્સ ચેક કરવાની સુવિધા હોય કે ડીજીલોકરના ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની સુવિધા હોય વગેરે… અહીં આવી જ એક સુવિધા એટલે whatsapp દ્વારા ગેસને બુકિંગ કરવાની સુવિધા વિશે માહિતી મેળવવાની છે જેના લીધે અનેક લોકોને પોતાના મોબાઈલ દ્વારા whatsapp થી LPG ગેસ બુકિંગ ની પ્રોસેસ ની જાણકારી મળી રહેશે. આ આર્ટીકલ દ્વારા તમે whatsapp દ્વારા ઘરે બેઠા તમારા મોબાઈલથી ઓનલાઇન ગેસને કેવી રીતે બુક કરાવી શકાય તેની વિગતવાર પ્રોસેસ જાણી શકશો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી.

હાલ પેટ્રોલિયમ કંપનીઓ આ સુવિધા તેના ગ્રાહકોને આપી રહી છે , જેમાં વોટ્સએપ દ્વારા જો તેના ગ્રાહકો ઘરે બેઠા ગમે ત્યારે ગેસ બોટલ બુકિંગ કરાવી શકે છે.Insane, HP અને Bharat Gas ગ્રાહકો બુકિંગ કરાવી શકે છે

  • whatsapp ની મદદ થી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે
  • આ સુવિધા 24 × 7 ઉપલબ્ધ છે
  • પેટ્રોલિયમ કંપનીઓ તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ સુવિધા લઈને આવ્યું છે

Whatsapp LPG બુકિંગ પ્રોસેસ

Indane, HP અને Bharat Gas ના ગ્રાહકો હોય તે જ whatsapp દ્વારા એલપીજી ગેસ બુકિંગ કરાવી શકે છે, જો તમે કોઈ અન્ય ગેશ કંપનીઓના ગ્રાહકો છો તો આવી સ્થિતિમાં તમે આ સુવિધા નો લાભ લઈ શકશો નહીં.

Indane whatsapp બુકિંગ પ્રોસેસ.

જો તમે ઇન્ડિયન ગેસના ગ્રાહક હોવ તો whatsapp ની મદદથી એલપીજી ગેસ બોટલ બુકિંગ કરાવવા માટે નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે .

  • સૌ પ્રથમ તમારે મોબાઇલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે
  • હવે book અથવા refill લખીને મેસેજ મોકલવાનો રહેશે
  • સાથે જ મેસેજમાં તમારે બુકિંગ ની તારીખ પણ લખવાની રહેશે
  • અહીં જણાવી દઈએ કે તમે બુકિંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામાં આવે તેના દ્વારા ગેસ બુકિંગ નું સ્ટેટસ પણ ચકાસી શકો છો

Bharat Gas whatsapp બુકિંગ પ્રોસેસ

જો તમે ભારત ગેસના ગ્રાહક હોવ તો તમે 1800224344 આ નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરાવી શકો છો


HP whatsapp બુકિંગ પ્રોસેસ

જો તમે એચપી ગેસના ગ્રાહક છો તો તમે 9222201122 આ નંબર સેવ કરીને વોટ્સએપ દ્વારા તમારી ગેસ બોટલ બુક કરાવી શકો છો.

અહીં ઉપર મુજબ ગેસની બોટલ બુક કરાવવા માટે whatsapp સર્વિસ નો લાભ દરેક લોકો લઈ શકે છે જેનાથી સમયનો બચાવ કરી શકો છો ઉપરાંત આ જ સેવા24/7 ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે


અગત્યના નંબર

  1. Indane whatsapp booking number 7588888824
  2. Bharat Gas whatsapp booking number 1800224344
  3. HP whatsapp booking number 9222201122

LPG Gas ઓફિસિયલ વેબસાઈટ

એલપીજી ગેસની ઓનલાઈન સુવિધા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ શકો છો અહીંથી તમે ઓનલાઇન સર્વિસ નો લાભ મેળવી ગેસની બોટલ બુક પણ કરાવી શકો છો અને તમારા ખાતામાં જમા થતી ગેસ સબસીડીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.


અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post

Breaking Posts