Heart Attack: તહેવારોમાં ઘી ખાતાં પહેલાં સાવધાન, ' હાર્ટ એટેક' ને ઘરે આપશો આમંત્રણ

ગુજરાતમાં હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ મહોત્સવમાં પણ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવતા જોયા છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, તત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.હાલ હાર્ટ એટેક મુદ્દે એક મોટો ખુલાસો થયો છે.

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકથી મોત મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. નિષ્ણાંતો આમ તો અલગ અલગ કારણો જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હાલ હાર્ટ એટેકથી મોત પાછળ ડુપ્લીકેટ ઘીનું સેવન પણ એક કારણ બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ડુપ્લીકેટ ઘીનું સેવન કરવાથી બ્લડ કોટિંગ થતા લોહીનું પરિભ્રમણ અટકી જાય છે.

જ્યારે AMC ઇન્ચાર્જ લેબોરેટરી ઓફિસરે જણાવ્યું છે કે ડુપ્લીકેટ ઘીમાં વપરાતું પામોલીન (વનસ્પતિ ઘી) ઘી અને તેમાં રહેલું ટ્રાન્સફેટ તત્વ વ્યક્તિમાં બ્લડ કોટિંગ માટે જવાબદાર છે. AMC ની અદ્યતન લેબોરેટીમાં અસલી નકલી ઘીની પરખ કરવામાં આવી છે. જેમાં અધિકારીએ જણાવ્યું કે નકલી ઘીમાં અમને ટ્રાન્સફેટ નામનું જોખમી તત્વ મળી આવે છે. પરંતુ તેમણે એવું પણ જણાવ્યું કે હાર્ટ અટેક માટે ફક્ત આજ કારણ જવાબદાર છે એવું નથી, પણ અન્ય કારણોની સાથે આ કારણ પણ એક પેરામીટર ગણી શકાય.

લેબોરેટરીમાં ઘીનું લાઈવ ટેસ્ટિંગ, અસલી નકલી ઘીનો આ રીતે થાય છે પર્દાફાશ
હાલમાં ભેળસેળીયા એટલા પાવરધા થઈ ગયા છે કે મોટી બ્રાન્ડના જ નકલી ઘીના પાઉચ કે ડબા બનાવીને બજારમાં વેચવા લાગે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘીમાંથી ઘણી બધી અદ્ભુત વાનગીઓ બનાવવામાં આવે છે અને તેના વિના તેને બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ જે ઘી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં સામેલ કરો છો, તે ક્યાંક અસલી છે કે ભેળસેળયુક્ત? હવે તમે વિચારતા હશો કે ઘીમાં શું ભેળસેળ થઈ શકે છે.

અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે. એએમસીના ફૂડ એનાલિસ્ટ ઈન્ચાર્જ ઈશા દેસાઈએ આજે અસલી નકલી ઘીના ટેસ્ટિંગનો ડેમો આપ્યો. જેમાં તમે ઘરે પણ ચકાસી શકશો કે તમારા ઘરમાં આવેલું ઘી અસલી છે કે નકલી.

ઈશા દેસાઈએ જણાવ્યું કે, ઘી મોંઘુ હોવાથી તેમાં ભેળશેળ વધુ થાય છે. ગાયના ઘીને પીળું બનવા માટે હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. લેબ માં FSSIના ધારા ધોરણ મુજમ કેમિકલ યુસ કરીને એનો ટેસ્ટીંગ કરવામાં આવે છે. અમે ઘીને એક ટેસ્ટ ટ્યુબમાં નાખીને સરખા પ્રમાણમાં HCL (હાયડ્રોક્લોરાઈડ એસીડ) નાંખવામાં આવે છે. તમે પણ ઘરમાં વપરાતું એસિડ નાંખશો તો લાલ કલરનું દ્રવ્ય નીચે આવશે તેનો મતલબ છે તેમાં વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરાઈ છે.

દેશી ઘીની ઓળખ કરવા માટે તમારી હથેળી પર થોડુ ઘી લો. જો તે થોડી વારમાં ઓગળવા લાગે તો સમજી લો કે ઘી શુદ્ધ છે. તેવામાં જો આ ઘી ઓગળતું નથી તો આ ઘી નકલી હોઇ શકે છે. અસલી ઘીની ઓળખ કરવા માટે મીઠાનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક ચમચી ઘીને ઓગાળી લો અને તેમાં ચપટી મીઠુ નાંખો. જો તેનો રંગ બદલાઇ જાય તો તેમાં ભેળસેળ થયેલી છે.

તમે ઘીને ઓગાળીને તેમાં ખાંડ નાંખીને પણ ચેક કરી શકો છો કે તે શુદ્ધ છે કે નહી. તેના માટે થોડુ ઘી ઓગાળી લો અને તેને એક ડબ્બામાં ભરો. હવે તેમાં ખાંડ નાંખો. તે બાદ તેને મિક્સ કરી દો અને થોડી વાર માટે એમ જ રહેવા દો. 10 મિનિટ પછી તેને ચેક કરો. જો ડબ્બામાં નીચે લાલ રંગ દેખા. તો ઘી ભેળસેળવાળુ હોઇ શકે છે.

Post a Comment

Previous Post Next Post

Breaking Posts